મારો જન્મ ખેડબ્રહ્મામાંતા. 3-11-1978 ના રોજ થયો હતો. મારી માતાનુંનામ કમલાબેન, પિતાનુંનામ બાબુલાલ મિસ્ત્રી છે. મારો જન્મ મઘ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. જન્મતાની સાથેજ હું દિવ્યાંગ હતો. શરૂઆતમાં એક આંખથી થોડુ થોડુ દેખાતું હતું. 5 વર્ષપછી સંપૂર્ણઅંધ થઇ ગયો પરંતુહિંમત ન હારતા મેંધીરેધીરેમારો અભ્યાસ ચાલુરાખ્યો. મારો અભ્યાસ ખેડબ્રહ્માથી શરૂ કર્યો. ઇડર તેમજ મહેસાણા કૉલેજમાંપૂર્ણ કર્યો. જીવનમાંમારા સંપૂર્ણ અભ્યાસ દરમિયાન મારી સંસ્થા રાષ્ટ્રીય અંધજન મંડળ, ઇડરમાંમારાથી વડીલ મિત્રોએ મારી મદદ કરી મને કયાંય અટકવા નથી દીધો. જેમાંનિશાબેન, ભાસ્કરભાઇ સાહેબ, મનોજભાઇ ભટ્ટ, બાબુભાઇ પ્રજાપતિ, દલપતસિંહ ચાવડા, વસંતભાઇ પટેલ વગેરેમારી ખુબ જ મદદ કરી જેમનો હું આજીવન ઋણી રહીશ.
ભગવાનેમને આપેલ મારી ક્ષતિનેહિંમત બનાવી રસ્તામાં આવતી દરેક મુશ્કેલીનેપાર પાડી ભગવાનની કૃપાથી મને હડાદ પ્રાથમિક શાળામાંહું ભારતનો સૌ પ્રથમ બધીરાંધ શિક્ષક બન્યો. આ પૂર્વે ઇડર સંસ્થામાંમેરાઇટર તથા બ્રેલ લીપીના શિક્ષક તરીકેસેવાઓ આપી. હું અંધત્વની સાથેઆંશિક શ્રવણમંદતાથી પણ પીડીત હતો. મારી આ પરિસ્થિતીમાંમારા પડોશીઓ અનેપરિવારેમનેસાથ આપ્યો.
આજેહું મારી પત્ની અનેમારા બાળકો સાથેસુખી જીવન જીવુંછું અને આગળ પણ એવી જ આશા રાખુછું કે પ્રગતિ કરતો રહું. હું મારા જીવનની આપવીતી પરથી એટલુંજ કહેવા માંગુછું કે જીવનમાં આવતા દરેક સંઘર્ષનો સામનો કરતાંકરતાંહું અહીં પહોચ્યો છું.
અંતમાંમારી ઇડર અંધજન મંડળ સંસ્થાએ મારા પર ખુબજ ઉપકાર કર્યો છે. સંસ્થાના હોદ્દારો અને કર્મચારીઓ એટલા દયાળુઅનેપરોપકારી છે. જેમારા જેવા દરેક દિવ્યાંગ દીકરા - દીકરીઓની તમામ રીતેમદદ કરતાંહોય છે.
અંતમાંમારી માતાનેમારી સમગ્ર સફળતાનો યશ આપુછું. મારી આવી પરિસ્થિતીમાંપણ મને ઉછેર્યો અનેભણાવ્યો, બસ અહીં મારા શબ્દોનેવિરામ આપુછું.